offers
Friday, 23 October 2015
અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.
Thursday, 22 October 2015
દીકરી એટલે સુખ-શાંતિનું પ્રતિક
" જો રાવણ ને ઘેર એક દીકરી હોત તો.............."
એક નાનું ગામ હતું
.ગામ ની ગણી ગાંઠી વસ્તી
વાણીયા, બ્રાહ્મણ, જેવા સવર્ણ થી માંડી ને કોળી, કણબી,રાજપૂત અને કાટ્યુ વર્ણ પણ ગામ માં રહે.
ગામ ની અંદર એક માથાભારે દરબાર રહે ગામ ના મોટાભાગ ના લોકો ને અને બહેન -દીકરીઓ ને એક યા બીજા પ્રકારે રંજાડવા નો તેનો સ્વભાવ
પાંચ પાંચ વર્ષ ના લગ્ન જીવન પછી નિસંતાન માથાભારે દરબાર ગામ માં માતેલાસાંઢ ની જેમ
ત્રાસ વર્તાવતો હતો.મોટા ચહેરા પર ભરાવદાર, વીંછી ના આંકડા જેવી વાંકડી મુછ, , લીંબુ ની ફાડજેવી મોટી લાલઘુમ આંખ .તેની આગવી ઓળખ હતી.
માર-ઝુડ કરવી,ખુનાખરાબી કરવા તે તેના કાર્યક્ષેત્ર ની બહાર હતું.પણ ગામ ની પનિહારીઓ ની
મશ્કરી કરવી,તેમજ માનસિક રંજાડ પોહ્ચાડવા અને પરપીડન વૃતિ તેનો શોખ હતો.
દરબાર ના ઘર નજીક એક નાનું મંદિર હતું ગામ નો એક બ્રાહ્મણ હમેશા વેહલો સવારે તે મંદિરે શંકર ની પૂજા કરવા જાય.પૂજા કરવા જતા રસ્તા માં દરબાર નું ઘર પસાર કરવું પડે .
બ્રાહ્મણ નિત્ય ક્રમ પ્રમાણે રોજે પૂજા કરવા જાય, તે સમયે દરબારને પોતાના ઘર ની બહાર ઓટલે બેસી ને સવાર માં દાતણ કરવા નો નિયમ .
રોજ બ્રાહ્મણ ને પૂજા કરવા નીકળવું, અને દરબાર તેને ચીડવવા હાક....... થૂઊઊઊઊઊ ..એમ મોટે થી તેને થુંક ઉડાડે. બ્રાહ્મણ તેના થુંક થી બચવા સંકોરાતો ,સંકારતો પસાર થાય., અને જો કદાપી તેનું થુંક જરાક પણ ઉડે તો તે ફરી ઘેર જઈ ,ફરી નાહી અને પછી ફરી પૂજા કરવા જાય,
"માથાભારે સાથે કોણ પંગો લે " તેવા આશય થી લોકો ચુપ ચાપ સહન કરતા હતા,
તેવી જ રીતે આ બ્રાહ્મણ પણ મૂંગે મોઢે નીચું જોઈ ને મંદિરે જતા આ ત્રાસ સહેતો હતો.
વર્ષો સુધી આમ બનતું આવ્યું
.એક દિવસ સવારે બ્રાહ્મણ નિત્યક્રમ મુજબ મંદિરે જતો હતો,અને દરબાર તેના નિયમ મુજબ ઓટલે બેસી ને દાતણ કરતો હતો. બ્રાહ્મણ તેના ઓટલા પાસે થી પસાર થયો
પણ આજે દરબારે તેનો ક્રમ ચુકી ને હાક્કક્ક્ક્ક..... થૂઊઊઊઊઊ.. ન કરતા બ્રાહ્મણ ને નવાઈ લાગી
બ્રાહ્મણે વિચાર્યું કે કદાચ દરબાર નું ધ્યાન તેના ઉપર નહિ પડ્યું હોય.તેથી સહાશ્ચર્ય તે મૂંગે મોઢે ત્યાંથી પસાર થઇ ગયો.ફરી બીજે દિવસે પણ ન ધારેલું તેમ જ બન્યું.તેવી રીતે ત્રીજે દિવસે પણ દરબાર શાંત રહ્યો.હવે બ્રાહ્મણ થી ન રેહવાયું, તેણે દરબાર નજીક જઇ ને પૂછ્યું " દરબાર,હું ઘણા વખત થી તમારા વર્તન ને જોતો આવ્યો છું, કે જયારે જયારે હું પસાર થાઉં ત્યારે તમો મને થુંક ઉડાડતા હતા પણ છેલા ત્રણ દિવસ થી તમો એ તમારું વર્તન બદલાવ્યા નું કારણ મને ન સમજાયું "
દરબાર દાતણ કરતા કરતા ઉભા થયા.બંને હાથ જોડી ને બોલ્યા " હે બ્રહ્મદેવ,ચારેક દિવસ પહેલા મારે ઘેર પુત્રી પ્રસવ થયો છે હવે હું એક દીકરી નો બાપ બન્યો છું.દીકરી નો બાપ નફફટ કે બેશરમ હોય તો અમારા સમાજ માં દીકરી નો કોઈ હાથ ન જાલે.એટલુજ નહી પણ હું તમને એક ને જ આજ સુધી થુંકતો હતો, પણ હવે અમારો આખો સમાજ મારી સામે થુંકશે આજ સુધી હું જે હતો તે હું નહિ મારો ભુતકાળ હતો કાલ સુધી ગામ ની બેહન દીકરી ને મેં રંજાડી છે તેની જગ્યા એ આજે મને મારી દીકરી દેખાય છે.
કાલે મારી દીકરી મોટી થશે અને એ પણ ગામ ને કુવે પાણી ભરવા જવાની.આજ ની પનિહારીઓ માં મને મારી દીકરી નું મોઢું દેખાયું,.બ્રહ્મદેવ મને ક્ષમા કરો. મને મારા ભુતકાળ ના વર્તન ઉપર ઘણું દુખ, અને શરમ છે આપ ભૂદેવ છો ઈશ્વર ના પૃથ્વી ઉપર ના તમો પ્રતિનિધિ છો,કૃપા કરી મને માફ કરો "કહેતા જ દરબાર ની આંખે આંસુ ના મોતિયા જામીગયા.
હસતા ચહેરે બ્રાહ્મણે જવાબ આપ્યો "દરબાર, સવાર નો ભૂલેલો સાંજે પાછો આવે તો તે ભૂલેલો નથી ગણાતો તમને જે આજે સાચું વસ્યું તે વિચાર મને મહિનાઓ થી આવતો હતો કે દરબાર ની શાન ઠેકાણે લાવવા તેને ઘેર એક દીકરી હોવી જરૂરી છે અને ભગવાને મને સાંભળ્યો, ઈશ્વર તમને સદબુદ્ધી આપે " તેવા આશિર્વચન કહીં, બ્રાહ્મણ પૂજા કરવા મંદિરે ચાલ્યો ગયો
પૂજા કરી ને પાછા ફરતા ફરી દરબાર નું ઘર વચ્ચે આવ્યું તેના ઘર તરફ નજર નાખતા જ બ્રાહ્મણ વિચારે ચડી ગયો કે કુદરત ની લીલા કેવી અકળ છે, કે જેનાથી ભલભલા થરથર કાંપતા હતા તે માથાભારે દરબાર ને ઘેર માત્ર ત્રણ દિવસ થી પુત્રીનો જન્મ થતા કેટલું પરિવર્તન આવી ગયું ?
જો કદાચ રાવણ ને ઘેર પણ એક પોતાનીપુત્રી હોત ,તો સીતા નું હરણ થયું ન હોત અને તેથી કદાચ રામાયણ પણ લખાયું ન હોત ,રામ સામે રાવણ ની દુશ્મની ન થઇ હોત,રામ ને પવનપુત્ર હનુમાન જેવો ભક્ત મળ્યો ન હોત , વિભીષણ લોહી ના સંબંધ તોડી ને દુશ્મન ને આશરે ગયો ન હોત અને તો આપણ ને બહુ પ્રચલિત કેહવત
" ઘર કા ભેદી લંકા ઢાંએ " પણ મળી ન હોત.
-- અજ્ઞાત
Sunday, 27 September 2015
सांप का जहर ओर सदमा
Wednesday, 16 September 2015
મારા પિતા
મારા પિતા,
આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે મારો આત્મા છે ...મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા....
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.... આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?
નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી ને ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ... બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.
પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે. પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે. તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈન આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા
વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા..
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે. તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.... યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
આ બધા જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી જોયા છે હજુ પિતા વિષે ધણું બધું લખી શકાય છે.
બસ હવે વધુ કઈ નહિ લખી શકું ......I LOVE MY FATHER ....... કદાચ શ્રી કૃષ્ણ અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ કરવા નું કહે તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી પકડું ...
જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં-બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે. તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ....
Saturday, 22 August 2015
समस्या ओर जीवन
Sunday, 16 August 2015
जीवन का हल
Tuesday, 11 August 2015
जीवन का मूल्य
Thursday, 23 July 2015
Friday, 3 July 2015
જાણો આ વાતોના વિશે જે આપણે એકાંતમાં હોઈએ ત્યારે વિચારવી જોઈએ
1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.
2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને સ્વીકારું છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળું છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.
3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.
4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.
5. જેટલા જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ એટલા જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.
6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ સંતાયેલા હોય છે.
7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.
8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલા માટે છે કે મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.
9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.
10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.
11. જેવું આજ છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.
12. ખુશીઓ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. ખુશીઓ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.
13. હું પોતાની છબિ અથવા લિગેસી એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.
14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલા મોટા જ હોય. નાના પગલા ભરવાથી પણ સફળતા મળે છે.
15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.
Saturday, 27 June 2015
સાહેલી મોરી ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
અવર પુરુષ નો સંગડો ના કરીએ હરિ
એ તો પાડી દિયે ભજન માં ભંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
નિંદા ના કરનારા નરકે લઇ જાવે હરિ
જઈ ને સજેઁ ભોરીંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
સાધુ રે પુરુષ નો સંગડો જો કરીયે હરિ
તો તો ચૌગુના ચઢે અમને રંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
મીરા બાઇ ગાવે સંત ચરણ રજ હરિ
એ તો ઉડી ઉડી લાગી મારે અંગ
ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષ નો સંગ
Wednesday, 6 May 2015
નાગાજણ જીલરીયો
Monday, 20 April 2015
પૉતાના પ્રીયપાત્રના પ્રારબ્ધનૅ પણ બદલી શકૅ તૅ નારી.
સરકારી વસાહત માં રહૅતૉ...
ઍક ત્રીસૅક વરસના ભાઇ મહિકૅનાલ ખાતામાં સર્વીસ કરૅ.. મારૅ ઍમનૉ કૉઇ પરીચય નહી.
તૅઑ સરકારી ક્વાર્ટર્સ માં ફૅમીલી સાંથૅ રહૅ,
સરસ દૅખાવડી પત્ની, અનૅ ઍથી પણ સુંદર બૅ નાની બાળકી, કિલ્લૉલ્ કરતું કુટુંબ, સાંજૅ ફરતાં ઘણીવાર જૉઉં....
ઍક દીવસ આ કુટુંબ પર આભફાટ્યું, મહિકૅનાલ ની જીપનૅ ઍક્શીડંડ થયૉ, તૅ જીપમાં પૅલા ભાઇ ગંભીર રીતૅ ઘાયલ, શરીરનૉ ભુકૉ બૉલી ગયૅલૉ... ટૉટલ અઢાર ફૅક્ચર... બચવાના ચાન્સ નહીવત, પાંચ મહીના દવાખાનૅ રહ્યા... બચ્યા.. ઘરૅ આવ્યા, પણ અપાહીજ...
ખબરનહી ઍમના કૉઇ સગાં આવૅલ નહી, અથવા કૉઇ ન પણ હૉય..
હવૅ ઍમની પૅલી સુંદર દૅખાવડી નાજુક પત્નિઍ મક્કમ મનથી સંસારની વાસ્તવીકતાનૉ સામનૉ કરી આ વિટંબણાં નૉ હિમાલય માથૅ ઉચક્યૉ...
રિતસર જંગ છૅડી આ બાઇઍ કુદરત સામૅ પતીનૅ ઉભૉ કરવાની, બૅ બાળકી અનૅ પતી, બાવરી બની જાત ભુલી... બસ સતત પતીમાંજ રચીપચી રહૅ.... પતીનું ટૉઇલૅટ બાથરુમ, માલીસ દવા, દવાખાનું , બૅ બાળકી, પૉતાના દૅખાવ કપડાં વાળ નું કૉઇ ઠૅકાણું નહી.. પણ સુતૅલા પતીનૅ દરરૉજ દાઢી કરી નવડાવી સ્વછ ઇસ્ત્રી વાળાં કપડાં પહૅરાવૅ.... ઍ બાઇના પરીસ્રમ થી તૅમના પતી ઘૉડીના સહારૅ ચાલતા થયા, માનશીક રીતૅ પડીભાંગૅલા ઍ વ્યક્તીમાં જીવવાની ઍક ઇછા જાગ્રુત કરી આ બાઇઍ...
દરરૉજ સાંજૅ ઘૉડીના સહારૅ ફૅરવૅ, બૅ ત્રણ મહીના પછી ઘૉડી રહૅવા દઈ પૉતાના સહારૅ ફૅવરૅ પતીનૅ... બાદમાં સાયકલ શીખવી પાછ્ળ દૉડી દૉડી નૅ.. ભાઇ જાતૅ હરતા ફરતા થયા....
જૉરથી ઍક બુમ પાડીયૅ તૉ આ નાજુક હરણી જૅવી બાઈ ધ્રુજવા માંડૅ તૅવી.. પણ કુટુંબ અનૅ પતી પર આવૅલી આપત્તીમાં ઍક સીંહણ જૅવી શ્ક્તી ક્યાંથી આવી તૅ આજૅ પણ મારા માટૅ કૉયડૉ છૅ... દિવસ, રાત, તારીખ, તહૅવાર જાણૅ ઍના આ ઍક વરસના જીવનમાં આવ્યાં કૅ બદલાયાંજ નહી, ઍણૅ સમય નૅ પણ ઍવૉ બાંધ્યૉ કૅ ઍ વર્સ જાણૅ ઍના જીવનમાં હતુંજ નહી...
નારી.... સળગતી ઍક દિવાસળી થી પીઘળી નૅ રૅલૉ બની રૅલાતી... નારી જરુર પડૅ સુરજનૅ પણ બાથ ભીડી નૅ ઢરીજાતી...ઍક તરણાં ના ભારમાં ઝુકીજતી ... નારી ... હિમાલયનૅ ખભૅ ઉચકીનૅ ફરતી.... વાળ જૅવી નાજુક નવી કુપર પર ઝાકળ જૅવા દરીયાનૅ ઝીલતી....
પુરુશ ફાટીપડૅ... વૅરાય...વિખૅરાય....પહાડ જૅવૉ મરદ ઝુકીજાય... હારીજાય... ત્યાંથી ઝઝુમવાની શરુઆત કરતી નારી...સદા રુદન કરતી.. પણ ... જ્યારૅ વીપરીત સંજૉગૉ હૉય ત્યારૅ આંસુનૅ પણ રુદન કરાવૅ તૅ નારી......
ખરૅખર પુરુશ જ પૉતાના પ્રારબ્ધ નૅ બદલી શકૅ છૅ, નારી નહી.....
પણ પૉતાના પ્રીયપાત્રના પ્રારબ્ધનૅ પણ બદલી શકૅ તૅ નારી.
Saturday, 18 April 2015
भले आप झहरीले ना हो मगर काटने का रुतबा क़ायम रखना चाहीये
Friday, 17 April 2015
Monday, 13 April 2015
એક પીતાની 'મનો વ્યથા
Sunday, 12 April 2015
बड़े दीलवाले है मेरे पीताजी
बड़े गुस्से से मैं घर से चला आया ..
इतना गुस्सा था की गलती से पापा के ही जूते पहन के निकल गया
मैं आज बस घर छोड़ दूंगा, और तभी लौटूंगा जब बहुत बड़ा आदमी बन जाऊंगा ...
जब मोटर साइकिल नहीं दिलवा सकते थे, तो क्यूँ इंजीनियर बनाने के सपने देखतें है .....
आज मैं पापा का पर्स भी उठा लाया था .... जिसे किसी को हाथ तक न लगाने देते थे ...
मुझे पता है इस पर्स मैं जरुर पैसो के हिसाब की डायरी होगी ....
पता तो चले कितना माल छुपाया है .....
माँ से भी ...
इसीलिए हाथ नहीं लगाने देते किसी को..
जैसे ही मैं कच्चे रास्ते से सड़क पर आया, मुझे लगा जूतों में कुछ चुभ रहा है ....
मैंने जूता निकाल कर देखा .....
मेरी एडी से थोडा सा खून रिस आया था ...
जूते की कोई कील निकली हुयी थी, दर्द तो हुआ पर गुस्सा बहुत था ..
और मुझे जाना ही था घर छोड़कर ...
जैसे ही कुछ दूर चला ....
मुझे पांवो में गिला गिला लगा, सड़क पर पानी बिखरा पड़ा था ....
पाँव उठा के देखा तो जूते का तला टुटा था .....
जैसे तेसे लंगडाकर बस स्टॉप पहुंचा, पता चला एक घंटे तक कोई बस नहीं थी .....
मैंने सोचा क्यों न पर्स की तलाशी ली जाये ....
मैंने पर्स खोला, एक पर्ची दिखाई दी, लिखा था..
लैपटॉप के लिए 40 हजार उधार लिए
पर लैपटॉप तो घर मैं मेरे पास है ?
दूसरा एक मुड़ा हुआ पन्ना देखा, उसमे उनके ऑफिस की किसी हॉबी डे का लिखा था
उन्होंने हॉबी लिखी अच्छे जूते पहनना ......
ओह....अच्छे जुते पहनना ???
पर उनके जुते तो ...........!!!!
माँ पिछले चार महीने से हर पहली को कहती है नए जुते ले लो ...
और वे हर बार कहते "अभी तो 6 महीने जूते और चलेंगे .."
मैं अब समझा कितने चलेंगे
......तीसरी पर्ची ..........
पुराना स्कूटर दीजिये एक्सचेंज में नयी मोटर साइकिल ले जाइये ...
पढ़ते ही दिमाग घूम गया.....
पापा का स्कूटर .............
ओह्ह्ह्ह
मैं घर की और भागा........
अब पांवो में वो कील नही चुभ रही थी ....
मैं घर पहुंचा .....
न पापा थे न स्कूटर ..............
ओह्ह्ह नही
मैं समझ गया कहाँ गए ....
मैं दौड़ा .....
और
एजेंसी पर पहुंचा......
पापा वहीँ थे ...............
मैंने उनको गले से लगा लिया, और आंसुओ से उनका कन्धा भिगो दिया ..
.....नहीं...पापा नहीं........ मुझे नहीं चाहिए मोटर साइकिल...
बस आप नए जुते ले लो और मुझे अब बज़ज़
"माँ" एक ऐसी बैंक है जहाँ आप हर भावना और दुख जमा कर सकते है...
और
"पापा" एक ऐसा क्रेडिट कार्ड है जिनके पास बैलेंस न होते हुए भी हमारे सपने पूरे करने की कोशिश करते है..
Saturday, 4 April 2015
आवश्यकता वह दृष्टि विकसित करने की है, जो भावना और व्यापार में फर्क कर सके....
समजदारी के बीना ग्रहण कीया हुआ ज्ञान की कोई कीमत नही है.!!!
एक सन्त के आश्रम में एक शिष्य कहीं से एक तोता ले आया और उसे पिंजरे में रख लिया। सन्त ने कई बार शिष्य से कहा कि “इसे यों कैद न करो। परतन्त्रता संसार का सबसे बड़ा अभिशाप है।” किन्तु शिष्य अपने बालसुलभ कौतूहल को न रोक सका और उसे अर्थात् पिंजरे में बन्द किये रहा। तब सन्त ने सोचा कि “तोता को ही स्वतंत्र होने का पाठ पढ़ाना चाहिए” उन्होंने पिंजरा अपनी कुटी में मँगवा लिया और तोते को नित्य ही सिखाने लगे- ‘पिंजरा छोड़ दो, उड़ जाओ।’ कुछ दिन में तोते को वाक्य भली भाँति रट गया। तब एक दिन सफाई करते समय भूल से पिंजरा खुला रह गया। सन्त कुटी में आये तो देखा कि तोता बाहर निकल आया है और बड़े आराम से घूम रहा है साथ ही ऊँचे स्वर में कह भी रहा है- “पिंजरा छोड़ दो, उड़ जाओ।” सन्त को आता देख वह पुनः पिंजरे के अन्दर चला गया और अपना पाठ बड़े जोर-जोर से दुहराने लगा। सन्त को यह देखकर बहुत ही आश्चर्य हुआ। साथ ही दुःख भी। वे सोचते रहे “इसने केवल शब्द को ही याद किया! यदि यह इसका अर्थ भी जानता होता- तो यह इस समय इस पिंजरे से स्वतंत्र हो गया होता!
Wednesday, 1 April 2015
બહેન નો ભાઈ પ્રત્યેનો પ્રેમ
Thursday, 26 March 2015
सत्यवादी हरिश्चंद्र
गायत्री की दस भुजाएं
पार्वती ने पूछा, ‘‘प्रभु ! गायत्री की दश भुजाओं का क्या अर्थ है ?’शिव बोले,
‘‘पार्वती ! मनुष्य जीवन के दस शूल अर्थात् कष्ट हैं। ये दस कष्ट है—
दोषयुक्त दृष्टि, परावलंबन, भय, क्षुद्रता, असावधानी, क्रोध, स्वार्थपरता,
अविवेक, आलस्य और तृष्णा। गायत्री की दस भुजाएं
इन दस कष्टों को नष्ट करने वाली हैं।
इसके अतिरिक्त गायत्री की दाहिनी पांच भुजाएं मनुष्य के जीवन में
पांच आत्मिक लाभ—आत्मज्ञान, आत्मदर्शन, आत्म-अनुभव,
आत्म-लाभ और आत्म-कल्याण देने वाली हैं
तथा गायत्री की बाईं पांच भुजाएं पांच सांसारिक लाभ—स्वास्थ्य,
धन, विद्या, चातुर्य और दूसरों का सहयोग देने वाली हैं।
दस भुजी गायत्री का चित्रण इसी आधार पर किया गया है।
ये सभी जीवन विकास की दस दिशाएं हैं।
माता के ये दस हाथ, साधक को उन दसो दिशाओं में सुख
और समृद्धि प्रदान करते हैं।
गायत्री के सहस्रो नेत्र, सहस्रों कर्ण, सहस्रों चरण भी कहे गए हैं।
उसकी गति सर्वत्र है।
Thursday, 12 March 2015
एसी लागी लगन मीरां हो गई मगन
Thursday, 19 February 2015
हम हस रहे थे वोह देख रहे थे
हम हस रहे थे वोह देख रहे थे
हम रो रहे थे वोह मना रहे थे
हम उदास थे वोह खुसीयां दे रहे थे
हम सो रहे थे वोह रक्षण कर रहे थे
हम डरके मारे छुप रहे थे वोह बचा रहे थे
हमने पत्थर उठाया बचने के लीये वोह चल दीये अब तुं ही लड ले
हमें अपना बचाव करना चाहीये मगर लडना नही चाहीये
सब कुछ उपर वाले छोड दें वोह सब संभाल लेगा
बस कार्य करते रहे
राधे कृष्ण
Wednesday, 18 February 2015
tu mane bhagwan ek vardaan aapi de
તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે
એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...
-
धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफ़ान है रे. मनुष्य तू बड़ा महान है, भूल मत, मनुष्य तू बड़ा महान है. तू जो चाहे पर्वत प...
-
असफलता घेरे तुझे.. मार्ग हों अवरुद्ध, पास ना हो धन तेरे और कार्य हो अपार तो भाग मत कर प्रयास कर प्रयास भाग मत चाहे तू हंस किंतु आ...
-
વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ ઓ વિશ્વાસુના વિશ્વાસુ નયન કમળથી ધારા વહેતી પ્રભુ નયન કમળથી ધારા વહેતી પ્રભુ ન...