1. મારી સાથે જે કંઈ પણ થાય છે, હું એ વસ્તુઓને કંટ્રોલ નથી કરી શકતો. હા, પણ આ વસ્તુઓ પર કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ એ મારા વશમાં છે. મારો પ્રતિભાવ જ મારી તાકાત હોવી જોઈએ.
2. જીવનમાં જે કંઈ પણ થાય છે, હું એ બધી જ વસ્તુઓને સ્વીકારું છું. જ્યારે પણ હું આ બધી વસ્તુઓથી પહેલી વખત મળું છું તો પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાના ઉદ્દેશ્ય સાથે જ આગળ વધુ છું.
3. જ્યારે હું કોઈ કામમાં વિજય થાવ છું તો હું સ્વયંને એટલું સારું નથી માનતો જેટલું કે લોકો કહે છે. એવી જ રીતે જ્યારે હું કોઈ કામ કરવામાં નિષ્ફળતા અથવા હારનો સામનો કરું છું તો હું પણ સ્વયંને એટલો નબળો નથી સમજતો.
4. હું પરેશાનીઓને મેનેજ કરવાને બદલે દિમાગને મેનેજ કરું છું. પોઝિટિવ રહું છું.
5. જેટલા જલ્દી હું અઘરી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકીશ એટલા જ જલ્દી હું પોતાના લક્ષ્યો હાંસલ કરવા તરફ પગલું ઉપાડીશ.
6. ખોટું પરફેક્શન દેખાડવા કરતા ઉત્તમ છે ભૂલો કરવી. કારણ કે ભૂલો કરતા રહેવાથી જ આગળ વધવાના કેટલાય બોધપાઠ સંતાયેલા હોય છે.
7. પડકારો કોઈ મોટું વિઘ્ન ત્યારે જ બને છે જ્યારે આપણે તેની સામે નતમસ્તક થઈ જઈએ છીએ.
8. હું ક્યારેય ડરને છુપાવવાનો પ્રયાસ નથી કરતો કારણ કે હું જાણું છું કે તે એટલા માટે છે કે મને જાણ થઈ શકે કે હજુ શ્રેષ્ઠ બાકી છે.
9. જો મારી પાસે સમય નહીં હોય તો હું સૌથી પહેલા તે કાર્યોમાંથી પાછળ થઈ જઈશ જેને કરવાનો કોઈ અર્થ જ નથી.
10. હું સ્વયંને ઉત્તમ વ્યક્તિ બનાવવાનો સતત પ્રયાસ કરતો રહીશ. હું માત્ર એવું નહીં વિચારું કે હું સારો છું.
11. જેવું આજ છે એવું ભવિષ્ય નહીં હોય. ભવિષ્ય બિલકુલ અલગ હશે અને મારી પાસે સ્વર્ણીમ ભવિષ્ય બનાવવાની તાકાત છે. એ પણ આજે અત્યારે.
12. ખુશીઓ મારી પાસે ત્યારે જ આવશે જ્યારે તે મારી અંદરથી આવશે. ખુશીઓ માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે.
13. હું પોતાની છબિ અથવા લિગેસી એ વાત પર નથી બનાવી શકતો કે હું એક દિવસ શું બનીશ.
14. જરૂરી નથી કે યોગ્ય દિશામાં ઉપાડેલા પગલા મોટા જ હોય. નાના પગલા ભરવાથી પણ સફળતા મળે છે.
15. નાનકડી સફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ, કારણ કે જો આપણે નાની વસ્તુઓને સેલિબ્રેટ કરીશું તો જ મોટી સફળતા મળી શકશે.
No comments:
Post a Comment