offers

Monday, 13 April 2015

એક પીતાની 'મનો વ્યથા

એક પીતાની 'મનો વ્યથા'

હા, બેટા મને ખબર છે. .,
તું તારા જીવન નાં
એ રસ્તા ઉપર,
'પાપા-પગલી' માંડી છે, 
જે હર એક ગલીઓ માંથી
હું નીકળી ચુક્યો છું. 
બચપનમાં આંગડી પકડી
ચલાવ તો,
અત્યારે કરૂં તો તને ગમશે..?
તું બરાબર ચાલે છે, 
ભગવાન નાં કરે ને
કદાચ ઠોકર વાગી જાય તો,
મારો દિકરો ગભરાય..?
ના બને કદી, કેમ કે;
તને ને મને ખબર છે કે,
સૌથી પહેલાં હું દોડીશ.
મને ખબર છે, 
તારા લગ્ન થઈ ચુક્યા છે.
તારા માટે ઘણી બધી છોકરી,
માંથી અમે જ શોધી ને. .?
કંઇક સામાજીક તપાસ કરી,
કંઇક કેટલાં પાસે કુંડલી બતાવી.
કોઇ ખરાબ નથી, કોઇનો વાંક નથી, 
આ ઉમર ને સંજોગો, 
ને આધિન છે. ..! 
મને ખબર છે, 
હવે કોઇ તને, 
'તું' કારે બોલાવે અને,
પત્ની ની હાજરી માં, 
તો તને ના ગમે. ...!
અને વળી હવે તો,
તને બીજા "મમ્મી-પપ્પા"
પણ મળ્યા ને. .?
ને મળ્યું નવું નામ..,
"કુમાર"
વાહ, કેવું અદભુત...!
કેવું સરસ માનવાચક પણ. ..!
અમારા માટે તો,
તું જનમ્યો ત્યાર થી,
ને હંમેશા "રાજકુમાર" જ છે. 
પરંતુ, કહ્યું નહીં ક્યારેય, 
આવશ્યક નાં લાગ્યું. ..!
તું અમારી ચીંતા કે,
તરફેણ ના કરીશ, 
અમારા ખાતર તારા,
મીઠા સંસાર માં ભુલ થી યે,
કડવાશ નાં લાવીશ...કેમ કે, 
મને ખબર છે. .,
તારા મનમાં પાપ નથી,
તારી મજબુરી છે કે, 
બન્ને સાઈડ બેલેન્સ કરવું. ..!
નવા 'પપ્પા - મમ્મી' ઉપર
તારૂં ધ્યાન પણ હટે ને. .?
તો તારી 'વીસ નહોરી' રૂઠે...!
એનુ ધ્યાન રાખ,
પારકી 'જણી' ને આપણે, 
ઘરમાં લાવ્યા છીયે ને. .?
તારા ભરોસે આવી છે તે.
અને તને ખબર છે,
મને કે તારી માઁ ને, 
તારૂં ખરાબ નાં લાગે, કદી.
બીજું તો શું. ..? હા,
બની શકે તો એટલું જો જે,
માત્ર એને સારૂં લગાડવાં,
અમારૂં 'અપમાન' ના થાય...!
બને તો જ હોં...?
બે માંથી એક 'સીલેકટ' 
કરવું પડે તો,
તું અપમાન પસંદ કરજે. 
અમને ખબર છે, 
તારૂં મન સાફ છે. 
અમે જેટલાં લાડકોડ થી,
ઉછેર્યો,ભણાવ્યો,ગણાવ્યો ને, 
પરણાવ્યો વગેરે. .,
નો કદાપી ભારનાં રાખીશ,
એ અમારી ફરજ નો ભાગ છે. 
અને અમે જેટલાં વર્ષ જીવ્યા,
હવે એટલાં વર્ષ જીવશું શું. .?
તારી સામે આખી 
જીંદગી પડી છે, બેટા...!
સુકા ઝાળ-પાન ખાતર
'લીલો છંમ' બગીચો ના બગાડાય...!
તું બરબર સમજી વિચારી
ચાલ જે ને સંસાર ચલાવ જે.
આપણા ઘર કુટુંબ ની
આબરૂં ઉજાળજે.
અમારી ચીંતા ના કરીશ.
ક્યાંય પણ મુંજાઈશ કે, 
અટવાય તો સંકોચ ના રાખીશ,
મોટો થઈ ગયા નો અહંકાર પણ,
દોડી ને આવજે.
તારા બાળકો ને સંસાર સંભાળ જે.
છતાં પછી ને પણ,
જો સમય મળી રહે તો,
કયારેક પુછી લે જે,
"કેમ છો".....???
અમારી ચીંતા ના કરીશ.
કેમ કે 'મને ખબર છે'....!!!

- દિનેશ ગોહિલ ... 

No comments:

Post a Comment

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...