offers

Monday, 20 April 2015

પૉતાના પ્રીયપાત્રના પ્રારબ્ધનૅ પણ બદલી શકૅ તૅ નારી.

લગભગ હું ત્યારૅ સૉળ સત્તર વરસનૉ...
સરકારી વસાહત માં રહૅતૉ...
ઍક ત્રીસૅક વરસના ભાઇ મહિકૅનાલ ખાતામાં સર્વીસ કરૅ.. મારૅ ઍમનૉ કૉઇ પરીચય નહી.
તૅઑ સરકારી ક્વાર્ટર્સ માં ફૅમીલી સાંથૅ રહૅ, 
સરસ દૅખાવડી પત્ની, અનૅ ઍથી પણ સુંદર બૅ નાની બાળકી, કિલ્લૉલ્ કરતું કુટુંબ, સાંજૅ ફરતાં ઘણીવાર જૉઉં....
ઍક દીવસ આ કુટુંબ પર આભફાટ્યું, મહિકૅનાલ ની જીપનૅ ઍક્શીડંડ થયૉ, તૅ જીપમાં પૅલા ભાઇ ગંભીર રીતૅ ઘાયલ, શરીરનૉ ભુકૉ બૉલી ગયૅલૉ... ટૉટલ અઢાર ફૅક્ચર... બચવાના ચાન્સ નહીવત, પાંચ મહીના દવાખાનૅ રહ્યા... બચ્યા.. ઘરૅ આવ્યા, પણ અપાહીજ...
ખબરનહી ઍમના કૉઇ સગાં આવૅલ નહી, અથવા કૉઇ ન પણ હૉય..
હવૅ ઍમની પૅલી સુંદર દૅખાવડી નાજુક પત્નિઍ મક્કમ મનથી સંસારની વાસ્તવીકતાનૉ સામનૉ કરી આ વિટંબણાં નૉ હિમાલય માથૅ ઉચક્યૉ...
રિતસર જંગ છૅડી આ બાઇઍ કુદરત સામૅ પતીનૅ ઉભૉ કરવાની, બૅ બાળકી અનૅ પતી, બાવરી બની જાત ભુલી... બસ સતત પતીમાંજ રચીપચી રહૅ.... પતીનું ટૉઇલૅટ બાથરુમ, માલીસ દવા, દવાખાનું , બૅ બાળકી, પૉતાના દૅખાવ કપડાં વાળ નું કૉઇ ઠૅકાણું નહી.. પણ સુતૅલા પતીનૅ દરરૉજ દાઢી કરી નવડાવી સ્વછ ઇસ્ત્રી વાળાં કપડાં પહૅરાવૅ.... ઍ બાઇના પરીસ્રમ થી તૅમના પતી ઘૉડીના સહારૅ ચાલતા થયા, માનશીક રીતૅ પડીભાંગૅલા ઍ વ્યક્તીમાં જીવવાની ઍક ઇછા જાગ્રુત કરી આ બાઇઍ...
દરરૉજ સાંજૅ ઘૉડીના સહારૅ ફૅરવૅ, બૅ ત્રણ મહીના પછી ઘૉડી રહૅવા દઈ પૉતાના સહારૅ ફૅવરૅ પતીનૅ... બાદમાં સાયકલ શીખવી પાછ્ળ દૉડી દૉડી નૅ.. ભાઇ જાતૅ હરતા ફરતા થયા....
જૉરથી ઍક બુમ પાડીયૅ તૉ આ નાજુક હરણી જૅવી બાઈ ધ્રુજવા માંડૅ તૅવી.. પણ કુટુંબ અનૅ પતી પર આવૅલી આપત્તીમાં ઍક સીંહણ જૅવી શ્ક્તી ક્યાંથી આવી તૅ આજૅ પણ મારા માટૅ કૉયડૉ છૅ... દિવસ, રાત, તારીખ, તહૅવાર જાણૅ ઍના આ ઍક વરસના જીવનમાં આવ્યાં કૅ બદલાયાંજ નહી, ઍણૅ સમય નૅ પણ ઍવૉ બાંધ્યૉ કૅ ઍ વર્સ જાણૅ ઍના જીવનમાં હતુંજ નહી... 
નારી.... સળગતી ઍક દિવાસળી થી પીઘળી નૅ રૅલૉ બની રૅલાતી... નારી જરુર પડૅ સુરજનૅ પણ બાથ ભીડી નૅ ઢરીજાતી...ઍક તરણાં ના ભારમાં ઝુકીજતી ... નારી ... હિમાલયનૅ ખભૅ ઉચકીનૅ ફરતી.... વાળ જૅવી નાજુક નવી કુપર પર ઝાકળ જૅવા દરીયાનૅ ઝીલતી.... 
પુરુશ ફાટીપડૅ... વૅરાય...વિખૅરાય....પહાડ જૅવૉ મરદ ઝુકીજાય... હારીજાય... ત્યાંથી ઝઝુમવાની શરુઆત કરતી નારી...સદા રુદન કરતી.. પણ ... જ્યારૅ વીપરીત સંજૉગૉ હૉય ત્યારૅ આંસુનૅ પણ રુદન કરાવૅ તૅ નારી...... 
ખરૅખર પુરુશ જ પૉતાના પ્રારબ્ધ નૅ બદલી શકૅ છૅ, નારી નહી.....
પણ પૉતાના પ્રીયપાત્રના પ્રારબ્ધનૅ પણ બદલી શકૅ તૅ નારી.

No comments:

Post a Comment

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...