offers

Saturday, 21 December 2013

અંતરમાંથી નહીં રે વિસારું - મીરાંબાઇ

અંતરમાંથી નહીં રે વિસારું,

જળ જમુનાનાં ભરવાં રે જાતાં
શિર પર મટકી ધરી.

આવતા ને જાતા મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી.

પીળું પીતાંબર જરકસી જામા,
કેસર આડય કરી.

મોર મુગટ ને કાને રે કુંડલ
મુખ પર મોરલી ધરી.

શામળી સુરતના શામળિયા,
જોતામાં નજર ઠરી.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
વિઠલવરને વરી.
- મીરાંબાઇ

No comments:

Post a Comment

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...