offers

Tuesday, 17 December 2013

કેદ માટે જ અંગ બદલે છે જીવ કેવળ સુરંગ બદલે છે

કેદ માટે જ અંગ બદલે છે
જીવ કેવળ સુરંગ બદલે છે

હું તને ઓળખું કઈ રીતે ?
દર વખતે રૂપરંગ બદલે છે

આંસુ ખારાં જ છે સદીઓથી 
સ્વાદ તો બસ પ્રસંગ બદલે છે

છો કરે કોઈ કાંકરીચાળો -,
જળ કદી ક્યાં તરંગ બદલે છે

જાત બદલી શકે તો બદલી લે
આંગળીમાં શું નંગ બદલે છે ?

- બેદિલ 

No comments:

Post a Comment

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...