પાંચિકાના હોય પાંચીકાના હોય
હોય નહી સંતો ના ઢગલા,
સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા,
કેવળ હસતી ગરીબી કે ગરક અડે નહી કસા,
નિજમાં નીજની મબલખ મસ્તી છતાં ઉલ્મની દસા,
ટેવે સહુને સરખા એને નહી અરી નહી સગલાં,
આજ કોઈને ફળીયે.....
કાલ કોઈને અરણીએ જડે,
પડે ન સહેજે ખુદનો દાગો એમ જગત ને અડે,
દુર્લભ એ દરવેશ જેના કાળ સાચવે પગલા,
પાંચીકાના હોય પાંચીકાના હોય
હોય નહી સંતો ના ઢગલા,
સંત સહુને મુક્તિ વહેચે નહી વાઘા કે ડગલા.
પારેખ સાહેબ ની કવિતા
No comments:
Post a Comment