નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે....૨
ડુંગરા ખૂંદે ડાલામથ્થા જેની ડણકું (બૂમો) કાઠીયાવાડી છે...
પરબ, સતાધાર, વીરપુર, પાળીયાદ ને બગદાણે જે હરિહર ની હાકલ કરે ઈ રોટલો કાઠીયાવાડી છે....
સંત સુરા ને દાતારો વળી સુદામા ને કેમ ભૂલું...૨
મરી જાઉં પણ માગું નહી ઈ ટેક કાઠીયાવાડી છે.... ૨
ખાંમભીયે ખાંમભીયે સીંદુરીયો જ્યાં રંગ કાઠીયાવાડી છે....૨
રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠીયાવાડી છે...
ના ખાવાનું ખાવા માંગ્યું ઈ મહેમાન મહા ભરાડી છે...2
ખાંન્ડળીયે જે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે....
અહિંસા તણી આંધી ફૂંકી ઈ માણસ કાઠીયાવાડી છે....
નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે....૨
No comments:
Post a Comment