offers

Tuesday, 26 February 2013

પનિહારીના પગલે પનઘટ મલકાયો, રણકે ઝાંઝર દરેક પગલાને

,ક્ષિતીજે પ્રભાતનું કિરણ રેલાયું,
અંઘારી અવની પર ઉજાસ રેલાયું,

હળવેથી ઉષા સંગ સૂરજ દેખાયો,
પનિહારીના પગલે પનઘટ મલકાયો,

સીધી ગરદન પર નજર નીચી છે રાખી,
ચહેરાની સુંદરતાને ઘુંઘટથી છે દીપાવી,

રણકે ઝાંઝર દરેક પગલાને સંગ,
ખણકે કડલી હાથના હિલોળાને સંગ,

લીલી પીળી ઓઢણીમાં પાડી છે લાલ ભાત,
શરમાતા સહેજ અનેરા કંઈ શોભો છો આજ,

ત્રાંસી નજરે જુવે છે તમને યુવા હૈયા ખાસ,
અાશિષ જોવા તમને રવિ પણ આવે છે પાસ.

Monday, 25 February 2013

वक्त

रात नही बदलती
सवेरा होता है

तकलीफ नही मीटती
हल नीकलता है

ईन्शान वोही होता है
जो वक्त पे काम आता है
बस वक्त पे काम आता है

- हरि पटेल

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...