offers

Friday, 27 July 2018

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર લઈને શાકભાજી વેંચવા વાળા પાસે જા. એ લોકો ભાવ પૂછે તો બે આંગળી ઊંચી કરજે." યુવાન પથ્થર લઈને શાકમાર્કેટમાં ગયો. એક શાકભાજીવાળાને પથ્થર ગમ્યો. એને થયું કે પથ્થર સારો છે તો વજનિયા તરીકે ઉપયોગ કરીશ. એમણે પથ્થરનો ભાવ પૂછ્યો એટલે છોકરાએ બે આંગળી બતાવી. વેપારીએ મોઢું બગાડીને કહ્યું, "આવા નાના પાણાના તે કંઈ બે રૂપિયા હોતા હશે ?"

છોકરાએ ઘરે આવીને એના પપ્પાને બધી વાત કરી. પિતાએ આ જ પથ્થર સાથે દીકરાને હવે એન્ટીક વસ્તુઓના વેપારી પાસે મોકલ્યો. છોકરાએ જૂની પૂરાણી વસ્તુઓના વેપારીને પેલો પથ્થર બતાવ્યો એટલે વેપારીએ યુવાનને પથ્થરનો ભાવ પૂછ્યો. યુવાને પોતાની બે આંગળી બતાવી. વેપારીએ કહ્યું, "બે હજાર રૂપિયામાં મને કોઈ વાંધો નથી"

છોકરાએ ઘરે આવીને બનેલી ઘટના પિતાને સંભળાવી. પિતાજીએ યુવાનને એક ઝવેરી પાસે મોકલ્યો. યુવાને ઝવેરીને પેલો પથ્થર બતાવી તે પથ્થર વેંચવાની ઈચ્છા દર્શાવી. ઝવેરીએ ભાવ પૂછ્યો એટલે યુવાને બે આંગળી બતાવી. ઝવેરીએ એના મુનિમને કહ્યું, "આ યુવાનને બે લાખ રૂપિયા આપી દો અને પથ્થર લઇ લો"

યુવાનને ખૂબ આશ્વર્ય થયું. કોઈને પથ્થર બે રૂપિયામાં પણ મોંઘો લાગ્યો તો કોઈ બે લાખ આપવા તૈયાર થયા. પિતાજીએ કહ્યું,"બેટા, માનવજીવનનું પણ આ પથ્થર જેવું જ છે. કેટલું મૂલ્ય મેળવવું એ દરેકના પોતાના હાથની વાત હોય છે. તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા છો ? તમે અમીર છો કે ગરીબ ? રૂપાળા છો કે કાળા ? આ કોઈ વાતો મહત્વની નથી. સૌથી વધુ મહત્વનું એ છે કે તમે તમારી જાતને કોની પાસે લઈ જાવ છો.

મિત્રો, આપણો સંગ આપણું મૂલ્ય નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. મૂલ્યવાન બનવા માંગતા હોય તો ઝવેરી જેવા લોકોનો સંગ આવશ્યક છે.

Sunday, 3 June 2018

માણસને સારો ગણવો કે ખરાબ?

♡"એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા.

સંતે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો.

બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા.

એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે.

સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંते જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે.

પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તેમ નહોતા.

સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો.

સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ?

એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ: ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે?

પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી *માં* મને લેવા માટે સામે આવી હતી અને સાથે ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી 'તી.

ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી *માં* ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી!

_*કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય, એની એક બીજી બાજુ પણ હોય*_

*THINK POSITIVE*

કોઈના વિશે કંઈ પણ
*જજમેન્ટ* લેતા પહેલા _
*100* વાર વીચારવુ. 👍

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...