offers

Friday, 19 October 2012

કશુક ખોવાઈ રહ્યું છે!

વિચારો ના વિમસ માં અટવયી રહ્યો છું, લાગે છે કે કશુક ખોવાઈ રહ્યું છે!
સ્કુલ માંથી છૂટી ને સીધા મેદાન માં જતા હતા, આજે એ મેદાનો રહ્યા નથી,
મારી રમતો ક્યાંક ખોવાયી રહી છે!!
કોલેજ માં ઘડીક બે ઘડીક કેન્ટીન માં જતા, અને રૂપિયા કાઢવામાં કચાસ કરતા,
આજે રૂપિયા છે પણ મારા મિત્રો ક્યાંક ખોવાયી રહ્યા છે!!
જીંદગી ની રમત પણ કેવી અનોખી હોય છે, સંબંધો સાચવતા સાચવતા,
ક્યાંક તેની મીઠાશ પણ ખોવાયી રહી છે!!
હું માનવી માનવ બનીને રહીશ, એમ કહેનારો માનવ પણ ક્યાંક ખોવાયી રહ્યો છે!!!
લાગે છે કે કશુક ખોવાઈ રહ્યું છે!


No comments:

Post a Comment

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...