offers

Thursday, 18 February 2016

શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

Saturday, 13 February 2016

ખુશનુમાં સવાર ની સુવાંસ તો તું જ

થોડી ભીંજાયેલી પીંછી માં તારા તો રંગ છે,
તારા સ્પર્શ નો ,લાગણી માં આવેલો ઉમંગ છે..

કોરા કાગળ પર છવાયું, આ શબ્દોનું ધુમ્મસ,
લાગે છે આ રંગો ને પણ તારો તો અહીં સંગ છે..

કેનવાસ ના દરેક કલર માં મળતી તો તું જ,
જાણે રૂપ થી રંગો સાથે કરતી તું કોઈ જંગ છે..

ખુશનુમાં સવાર ની સુવાંસ તો તું જ, જાણે 
વહેતી હવામાં , અડીને તારૂં કોઈ અંગ છે.

હર હર મહાદેવ હર ........

Thursday, 11 February 2016

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

– નરસિંહ મહેતા

Tuesday, 19 January 2016

समस्या का सामना डट कर करो

" समस्या का सामना डट कर करो "

जंगली भैंसों का एक झुण्ड जंगल में घूम रहा था , तभी एक  बछड़े (पाड़ा) ने पुछा , ” पिताजी, क्या इस जंगल में ऐसी कोई चीज है जिससे डरने की ज़रुरत है ?”
” बस शेरों से सावधान रहना …”, भैंसा बोला .
“हाँ , मैंने भी सुना है कि शेर बड़े खतरनाक होते हैं . अगर कभी मुझे शेर दिखा तो मैं जितना हो सके उतनी तेजी से दौड़ता हुआ भाग जाऊँगा ..”, बछड़ा बोला .
“नहीं , इससे बुरा तो तुम कुछ कर ही नहीं सकते ..”, भैंसा बोला
बछड़े को ये बात कुछ अजीब लगी , वह बोला ” क्यों ? वे खतरनाक होते हैं , मुझे मार सकते हैं तो भला मैं भाग कर अपनी जान क्यों ना बचाऊं ?”
भैंसा समझाने लगा , ” अगर तुम भागोगे तो शेर तुम्हारा पीछा करेंगे , भागते समय वे तुम्हारी पीठ पर आसानी से हमला कर सकते हैं और तुम्हे नीचे गिरा सकते हैं … और एक बार तुम गिर गए तो मौत पक्की समझो …”
” तो.. तो। .. ऐसी स्थिति में मुझे क्या करना चाहिए ?”, बछड़े ने घबराहट में पुछा .
” अगर तुम कभी भी शेर को देखो , तो अपनी जगह डट कर खड़े हो जाओ और ये दिखाओ की तुम जरा भी डरे हुए नहीं हो . अगर वो ना जाएं तो उसे अपनी तेज सींघें दिखाओ और  खुरों को जमीन पर पटको . अगर तब भी शेर ना जाएं तो धीरे -धीरे उसकी तरफ बढ़ो ; और अंत में तेजी से अपनी पूरी ताकत के साथ उसपर हमला कर दो .”, भैंसे ने गंभीरता से समझाया .
” ये तो पागलपन है , ऐसा करने में तो बहुत खतरा है … अगर शेर ने पलट कर मुझपर हमला कर दिया तो ??”, बछड़ा नाराज होते हुए बोला .
“बेटे , अपने चारों तरफ देखो ; क्या दिखाई देता है ?”, भैंसे ने कहा .
बछड़ा घूम -घूम कर देखने लगा , उसके चारों तरफ ताकतवर भैंसों का बड़ा सा झुण्ड था .
” अगर कभी भी तुम्हे डर लगे , तो ये याद रखो कि हम सब तुम्हारे साथ हैं . अगर तुम मुसीबत का सामना करने की बजाये , भाग खड़े होते हो , तो हम तुम्हे नहीं बचा पाएंगे ; लेकिन अगर तुम साहस दिखाते हो और मुसीबत से लड़ते हो तो हम मदद के लिए ठीक तुम्हारे पीछे खड़े होंगे .”
बछड़े ने गहरी सांस ली और अपने पिता को इस सीख के लिए धन्यवाद दिया .
हम सभी की ज़िन्दगी में शेर हैं … कुछ ऐसी समस्याएं हैं जिनसे हम डरते हैं , जो हमें भागने पर … हार मानने पर मजबूर करना चाहती हैं , लेकिन अगर हम भागते हैं तो वे हमारा पीछा करती हैं और हमारा जीना मुश्किल कर देती हैं . इसलिए उन मुसीबतों का सामना करिये … उन्हें दिखाइए कि आप उनसे डरते नहीं हैं … दिखाइए की आप सचमुच कितने ताकतवर हैं …. और पूरे साहस और हिम्मत के साथ उल्टा उनकी तरफ टूट पड़िये … और जब आप ऐसा करेंगे तो आप पाएंगे कि आपके परिवार और दोस्त पूरी ताकत से आपके पीछे खड़े हैं .

Friday, 23 October 2015

અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.

નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડુતની હાથમાં પહેરવાની ઘડીયાલ ખોવાઇ ગઇ. ઘડીયાલ જુના જમાનાની હતી પરંતું ખેડુત માટે તો એ અમૂલ્ય હતી કારણ કે આ ઘડીયાલ કોઇ ખાસ વ્યક્તિએ ભેટમાં આપી હતી. ઘડીયાલ શોધવા માટે ખેડુતે આકાશ પાતાળ એક કર્યા. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એક એક ખુણો જોયો પણ ક્યાંય ઘડીયાલ ના મળી. એને વિચાર આવ્યો કે હું નાના બાળકોની મદદ લઉં કારણ કે હું જ્યાં નથી જોઇ શકતો કે નથી જઇ શકતો ત્યાં આ બાળકો જોઇ શકશે અને જઇ શકશે. એણે બાળકોને લાલચ આપી કે જે મારી કાંડા ઘડીયાલ શોધી આપશે એને હું 100 રૂપિયાનું ઇનામ આપીશ. ઘડીયાલ ઘરમાં જ ક્યાંક ખોવાઇ છે પણ મને મળતી નથી. ઇનામની વાત સાંભળીને બધા જ બાળકો આનંદમાં આવી ગયા. બધા બાળકો ઘડીયાલ શોધવામાં લાગી ગયા. બધા જ બાળકો રૂમમાં ગયા અને જ્યાં જ્યાં ઘડીયાલ મુકી શકાય એવા બધા જ સ્થાન પર જોયુ. 2-3 કલાકની મહેનત પછી પણ પરિણામ શૂન્ય આવ્યુ એટલે બધા બાળકોએ નિરાશ થઇને ઘડીયાલની શોધના અભિયાનને ત્યાં જ પૂર્ણ કર્યુ. થોડીવાર પછી એક બાળક આવ્યો અને પેલા ખેડુતને કહ્યુ , " હું આપની ઘડીયાલ શોધી આપુ પણ શરત માત્ર એટલી જ કે મારી સાથે રૂમમાં બીજુ કોઇ ના આવવું જોઇએ " ખેડુતને તો પોતાની ઘડીયાલ જોઇતી હતી એટલે એણે તો બાળકની વાત સ્વિકારી અને પેલા બાળકે ઘડીયાલની શોધ આદરી . થોડીવારમાં એ હાથમાં ઘડીયાલ લઇને બહાર આવ્યો. ખેડુતને થયુ કે ક્યાંક આ બાળકે ઘડીયાલ ચોરીને સંતાડી તો નહી દીધી હોયને ? અમે બધાએ કલાકોની મહેનત કરી તો પણ ઘડીયાલ ન મળી અને આ માત્ર થોડી મિનિટોમાં શોધી લાવ્યો. એણે બાળકને પુછ્યુ કે તે આ ઘડીયાલ કેવી રીતે શોધી ? બાળકે કહ્યુ કે બીજો વિશેષ પ્રયત્ન કરવાની કોઇ જરુર જ ન હતી. હું રૂમમાં ગયો અને બહારના બારી બારણા બંધ કર્યા અને પછી કાન સરવા કરીને અવાજ સાંભળવા પ્રયાસ કર્યો તો મને ઘડીયાલનો ટીક ટીક અવાજ સંભળાયો અને અવાજની દિશામાં જઇને જોયુ તો ઘડીયાળ મળી ગઇ.
બોધ: મિત્રો, ઓરડાની શાંતિ ઘડીયાલ શોધવામાં મદદરૂપ થઇ તેમ મનની શાંતિ જીવનમાં ઉભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થશે. આપણે પણ બહારના બારી બારણા બંધ કરીને થોડીવાર અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.
-:- અલ્કા મોદી -:-

Thursday, 22 October 2015

દીકરી એટલે સુખ-શાંતિનું પ્રતિક

" જો રાવણ ને ઘેર એક દીકરી હોત તો.............." 


એક નાનું ગામ હતું

.ગામ ની ગણી ગાંઠી વસ્તી

વાણીયા, બ્રાહ્મણ, જેવા સવર્ણ થી માંડી ને કોળી, કણબી,રાજપૂત અને કાટ્યુ  વર્ણ પણ ગામ માં રહે.

ગામ ની અંદર એક માથાભારે દરબાર રહે ગામ ના મોટાભાગ ના લોકો ને અને બહેન -દીકરીઓ ને એક યા બીજા પ્રકારે રંજાડવા નો  તેનો સ્વભાવ

 પાંચ પાંચ વર્ષ ના લગ્ન જીવન પછી નિસંતાન માથાભારે દરબાર ગામ માં માતેલાસાંઢ ની જેમ 

ત્રાસ વર્તાવતો હતો.મોટા ચહેરા પર ભરાવદાર, વીંછી ના આંકડા જેવી વાંકડી મુછ, , લીંબુ ની ફાડજેવી મોટી લાલઘુમ આંખ .તેની આગવી ઓળખ હતી.

માર-ઝુડ કરવી,ખુનાખરાબી કરવા તે તેના કાર્યક્ષેત્ર ની બહાર હતું.પણ ગામ ની પનિહારીઓ ની

મશ્કરી કરવી,તેમજ માનસિક રંજાડ પોહ્ચાડવા અને પરપીડન વૃતિ તેનો શોખ હતો.

 દરબાર ના ઘર નજીક એક નાનું મંદિર  હતું ગામ નો એક બ્રાહ્મણ હમેશા વેહલો સવારે તે મંદિરે શંકર ની  પૂજા કરવા જાય.પૂજા કરવા જતા રસ્તા માં દરબાર નું ઘર પસાર કરવું પડે .

બ્રાહ્મણ  નિત્ય ક્રમ પ્રમાણે રોજે પૂજા કરવા જાય, તે સમયે દરબારને  પોતાના ઘર ની બહાર ઓટલે બેસી ને સવાર માં દાતણ કરવા નો નિયમ .

રોજ બ્રાહ્મણ  ને પૂજા કરવા નીકળવું, અને દરબાર તેને ચીડવવા હાક....... થૂઊઊઊઊઊ ..એમ મોટે થી તેને થુંક ઉડાડે. બ્રાહ્મણ  તેના થુંક થી બચવા સંકોરાતો ,સંકારતો  પસાર થાય., અને જો કદાપી તેનું થુંક જરાક પણ ઉડે તો તે ફરી ઘેર જઈ ,ફરી નાહી અને પછી ફરી પૂજા કરવા જાય,

"માથાભારે સાથે કોણ પંગો લે " તેવા આશય થી લોકો ચુપ ચાપ સહન કરતા હતા, 

તેવી જ રીતે આ બ્રાહ્મણ પણ મૂંગે મોઢે નીચું જોઈ ને મંદિરે જતા આ ત્રાસ સહેતો હતો.

વર્ષો સુધી આમ બનતું આવ્યું

.એક દિવસ સવારે બ્રાહ્મણ નિત્યક્રમ મુજબ મંદિરે જતો હતો,અને દરબાર તેના નિયમ મુજબ ઓટલે બેસી ને દાતણ કરતો હતો. બ્રાહ્મણ તેના ઓટલા પાસે થી પસાર થયો 

પણ આજે દરબારે તેનો ક્રમ ચુકી ને હાક્કક્ક્ક્ક..... થૂઊઊઊઊઊ.. ન કરતા બ્રાહ્મણ ને નવાઈ લાગી 

બ્રાહ્મણે વિચાર્યું કે કદાચ દરબાર નું ધ્યાન તેના ઉપર નહિ પડ્યું હોય.તેથી સહાશ્ચર્ય તે મૂંગે મોઢે ત્યાંથી પસાર થઇ ગયો.ફરી બીજે દિવસે પણ ન ધારેલું તેમ જ બન્યું.તેવી રીતે ત્રીજે દિવસે પણ દરબાર શાંત રહ્યો.હવે બ્રાહ્મણ થી ન રેહવાયું, તેણે દરબાર નજીક જઇ ને પૂછ્યું " દરબાર,હું ઘણા વખત થી તમારા વર્તન ને જોતો આવ્યો છું, કે જયારે જયારે હું પસાર થાઉં ત્યારે તમો મને થુંક ઉડાડતા હતા પણ છેલા ત્રણ દિવસ થી તમો એ તમારું વર્તન બદલાવ્યા નું કારણ મને ન સમજાયું "

દરબાર દાતણ કરતા કરતા ઉભા થયા.બંને હાથ જોડી ને બોલ્યા " હે બ્રહ્મદેવ,ચારેક દિવસ પહેલા મારે ઘેર પુત્રી પ્રસવ થયો છે હવે હું એક દીકરી નો બાપ બન્યો છું.દીકરી નો બાપ નફફટ કે બેશરમ હોય તો અમારા સમાજ માં દીકરી નો કોઈ હાથ ન જાલે.એટલુજ નહી પણ હું તમને એક ને જ આજ સુધી થુંકતો  હતો, પણ હવે અમારો આખો સમાજ મારી સામે થુંકશે આજ સુધી હું જે હતો તે હું નહિ મારો ભુતકાળ હતો કાલ સુધી ગામ ની બેહન દીકરી ને મેં રંજાડી છે તેની જગ્યા એ આજે મને મારી દીકરી દેખાય છે.

કાલે મારી દીકરી મોટી થશે અને એ પણ ગામ ને કુવે પાણી ભરવા જવાની.આજ ની પનિહારીઓ માં મને મારી દીકરી નું મોઢું  દેખાયું,.બ્રહ્મદેવ મને ક્ષમા  કરો. મને મારા ભુતકાળ ના વર્તન ઉપર ઘણું દુખ, અને શરમ છે આપ ભૂદેવ છો  ઈશ્વર ના પૃથ્વી ઉપર ના તમો પ્રતિનિધિ છો,કૃપા કરી મને માફ કરો "કહેતા જ દરબાર ની આંખે આંસુ ના મોતિયા જામીગયા.

હસતા ચહેરે બ્રાહ્મણે જવાબ આપ્યો "દરબાર, સવાર નો ભૂલેલો સાંજે પાછો આવે તો તે ભૂલેલો નથી ગણાતો તમને જે આજે સાચું વસ્યું તે વિચાર મને મહિનાઓ થી આવતો હતો કે દરબાર ની શાન ઠેકાણે લાવવા તેને ઘેર એક દીકરી હોવી જરૂરી છે અને ભગવાને મને સાંભળ્યો, ઈશ્વર તમને સદબુદ્ધી આપે " તેવા આશિર્વચન કહીં, બ્રાહ્મણ પૂજા કરવા મંદિરે ચાલ્યો ગયો 

પૂજા કરી ને પાછા ફરતા ફરી દરબાર નું ઘર વચ્ચે  આવ્યું તેના ઘર તરફ નજર નાખતા જ બ્રાહ્મણ વિચારે ચડી ગયો કે કુદરત ની લીલા કેવી અકળ  છે, કે જેનાથી ભલભલા થરથર કાંપતા હતા તે માથાભારે દરબાર ને ઘેર માત્ર ત્રણ દિવસ થી પુત્રીનો  જન્મ થતા કેટલું પરિવર્તન આવી ગયું ?

જો કદાચ રાવણ ને ઘેર પણ એક પોતાનીપુત્રી હોત ,તો સીતા નું હરણ થયું ન હોત અને તેથી કદાચ રામાયણ પણ  લખાયું ન હોત ,રામ સામે રાવણ ની દુશ્મની ન થઇ હોત,રામ ને પવનપુત્ર હનુમાન જેવો ભક્ત મળ્યો ન હોત , વિભીષણ  લોહી ના સંબંધ તોડી ને દુશ્મન ને આશરે ગયો ન હોત અને તો આપણ ને બહુ પ્રચલિત કેહવત 

" ઘર કા ભેદી લંકા ઢાંએ " પણ મળી ન  હોત.


-- અજ્ઞાત

તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...