offers

Thursday, 13 February 2014

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં  આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
 ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં, દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!
દેખી બૂરાઇ ના ડરું હુંશી ફિકર છે પાપની?ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં  આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,અહેસાનમાં દિલ ઝૂકતુંરહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!
રોઉં  કાં  રાહમાં બાકી રહીને એકલો?આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું  જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને   યાદી આપની!
- KALAPI
*

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
* * * 
KAVI KALAPI
KAVI PARICHAY

Wednesday, 12 February 2014

તમે મારા દેવનાં દીધેલ છો,

તમે મારા દેવનાં દીધેલ છો,
તમે મારા માંગીને લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઈને રો'.

મહાદેવ જાઉં ઉતાવળી, ને જઈ ચઢાવું ફૂલ,
મા'દેવજી (જ્યારે) પ્રસન્ન થયા, ત્યારે આવ્યા (તમે) અણમૂલ;
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો.
- આવ્યા ત્યારે અમર થઈને રો', તમે મારા દેવનાં.

હનુમાન જાઉં ઉતાવળી, ને જઈ ચઢાવું તેલ,
હનુમાનજી પ્રસન્ન થયા, ત્યારે ઘોડિયા બાંધિયા ઘેર;
તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલવસાણું છો.
- આવ્યા ત્યારે અમર થઈને રો', તમે મારા દેવનાં.

[સંપાદક : ઝવેરચંદ મેઘાણી] 


Monday, 10 February 2014

મુજ અબળાને મોટી મિરાત બાઇ જી સામળો ઘરેણું મારે સાચુ રે.......

મુજ અબળાને મોટી મિરાત બાઇ જી સામળો ઘરેણું મારે સાચું,
હે હે સામળો ઘરેણું મારે સાચું,

વાળી ઘડાવું વિઠલવર કેરી વાળી ઘડાવું વિઠલવર કેરી હાર હરી નો મારે હૈયે રે.....
ચિતમાળા ચતુર્ભુજ ચૂડલો ચિતમાળા ચતુર્ભુજ ચૂડલો.......
શીદ સોની ઘેરે જઈએ રે સામળો ઘરેણું મારે સાચું,
સામળો ઘરેણું મારે સાચું......

ઝાઝારીયા જગજીવન કેરા
ઝાઝારીયા જગજીવન કેરા
કૃષ્ણ કડલાને કાંબીયું કૃષ્ણ કડલાને કાંબીયું રે.....
 વિછુવા ઘૂઘરા રામનારાયણ
વિછુવા ઘૂઘરા રામનારાયણના,

અણવટ અંતર જામી રે સામળો ઘરેણું મારે સાચું રે હે હે સામળો ઘરેણું મારે સાચું.....
પેટી ઘડાવું પુરૂષોતમ કેરી પેટી ઘડાવું પુરૂષોતમ કેરી.....

ત્રિકમ નામનું તાળું રે
ત્રિકમ નામનું તાળું રે
કુચી કરાવું કરુણાનંદ કેરી
કુચી કરાવું કરુણાનંદ કેરી.....

તેમાં ઘરેણું મારુ ઘાલું રે હેહે રે હે હે સામળો ઘરેણું મારે સાચું.....
 રે હે હે સામળો ઘરેણું મારે સાચું..... 

છાછરવશો છજીને બેઠી 
છાછરવશો છજીને બેઠી 
હવે નથી કાઈ કાચુ રે 
મીરા કે પ્રભુ ગીરધરનાગર 
મીરા કે પ્રભુ ગીરધરનાગર......

હરિ ને ચરણે ઝાઝું રે રે હે હે સામળો ઘરેણું મારે સાચું..... 
રે હે હે સામળો ઘરેણું મારે સાચું..... 

મુજ અબળાને મોટી મિરાત બાઇ જી સામળો ઘરેણું મારે સાચુ રે....... 
મુજ અબળાને મોટી મિરાત બાઇ જી સામળો ઘરેણું મારે સાચુ રે.......


http://youtu.be/CtJJF55TZE0


Sunday, 9 February 2014

મરણ, તું કહે મુજને કંઈ કથા.

ઓ રે, મારા આ જીવનની શેષ પરીપૂર્ણતા 
મરણ, મારા મરણ, તું કહે મુજને કંઈ કથા.
જીવનભર તુજ કાજે સ્વામી, 
આંખો મુજ નિદ્રા નવ પામી.
તારે કાજ સહ્યાં મેં સુખદુખ અને વ્યથા,
મરણ, મારા મરણ, તું કહે મુજને કંઈ કથા,
જે છું જે પામી છું, જે કશી છે મુજ આશા,
અજાણતા તુજ ભણી સ્ફુરે છે સઘળી પ્રેમની ભાષા.
મિલન થશે તારી સાથે 
એક જ શુભ દ્રષ્ટીપાતે,
જીવનવધુ થશે તમારી નિત્ય-અનુગતા
વરણમાળા ગુંથી રાખી છે મુજ મન મોઝારે 
ક્યારે નીરવ હાસ્ય મુખે તું વર બની આવીશ દ્વારે?
તે દિન મારું રહેશે ના ઘર,
કોઈ પોતાનું કે કોઈ અપર,
વિજન રાતે પતી સાથે સંયોજાશે પતિવ્રતા, 
મરણ, મારા મરણ, તું કહે મુજને કંઈ કથા.

Wednesday, 5 February 2014

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી...

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે..........કોણ...

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,
બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,
પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો......કોણ...

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,
મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય
કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે.....

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ... બેનડી જુલે ...ભઇલો ઝુલાવે ડાળખી
https://www.youtube.com/watch?v=VgUsWf25epo


તમારું મુલ્ય કેટલું છે તે તમારી ઉપર નિર્ભર છે

એક યુવાને એના પિતાને પૂછ્યું કે પપ્પા આ માનવજીવનનું મૂલ્ય શુ છે ? પિતાએ જવાબમાં દીકરાના હાથમાં એક પથ્થર મુક્યો અને કહ્યું, "તું આ પથ્થર...